આક્રોશ / ચીની પ્રદર્શનકારીઓએ હૉંગકોંગ એરપોર્ટ પર અફરાતફરી મચાવી, સેંકડો ફ્લાઇટ્સ રદ્દ

Aug 14,2019 12:13 PM IST

હોંગકોંગમાં લોકતંત્રના સમર્થકોના વિરોધ પ્રદર્શનને લઈને સ્થિતિ ગંભીર બની ગઈ છે. હોંગકોંગ એરપોર્ટ સોમવાર અને મંગળવારે મોટા ભાગની ફ્લાઈટ કેન્સલ કરાતા અફરાતફરી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર જ પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આજે ફરી રાબેતા મુજબ ફ્લાઈટ સેવા શરૂ કરાઈ છે. મુસાફરોના ઘસારાથી એરલાઈન્સ પરેશાન થઈ ગઈ છે. ભારત સરકારે દેશવાસીઓને હોંગકોંગ ન જવાની સલાહ આપી છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે ચીન સરકાર હોંગકોંગની સરહદ ઉપર સૈનિકો વધારી રહી છે. તમામ લોકોએ શાંતિ રાખવી જોઈએ.