• Home
  • Gujarati Videos
  • News
  • If Rahul Gandhi is Shankar, Give him poison: said Gujarat Cabinet Minister Ganpat Vasava

લોકસભા / ગણપત વસાવાનું વિવાદીત નિવેદન કહ્યું કે, રાહુલ ગાંધી શંકર હોય તો ઝેર આપી જુઓ

Mar 25,2019 5:43 PM IST

સુરતઃલોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય સંકલ્પ રેલીના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. બારડોલીના બાબેન ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ચાલતાં નિવેદનોને વાંચીને કોંગ્રેસ પ્રમુખ પર ટીખળ કરી હતી જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો હોય તેવું લાગી રહ્યું છે. ગણપત વસાવાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને શંકરનો અવતાર ગણે છે. જેનો યુવાનો દ્વારા પ્રતિકાર કરતાં પુછવામાં આવે છે કે, શંકર ભગવાને તો ઝેરના ઘૂંટડા પીધા હતાં. જ્યારે રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપીને ચેક કરો તો અમે પણ માનીએ તેમ વસાવાએ કહેતા નવો વિવાધ ઉભો થાય તેવું માનવામાં આવી રહ્યું છે.