હૈદરાબાદ એન્કાઉન્ટર / ફિલ્મી ડાયલોગથી લોકોએ તેલંગાણા પોલીસના સિંઘમથી સિમ્બા સુધીના અવતારને વધાવ્યો

Dec 06,2019 6:46 PM IST

તેલંગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં પણ તે ઘટના છવાઈ ગઈ હતી. હૈદરાબાદ ગેંગરેપ કાંડના ચારેય આરોપીઓના એન્કાઉન્ટર બાદ ચોતરફથી અનેક પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં લગભગ દરેક યૂઝર્સે હૈદરાબાદ પોલીસના સિંઘમ સ્ટાઈલના વખાણ કર્યા હતા. અનેક યૂઝર્સે તો સિંઘમથી લઈને સિમ્બા સુધીની ફિલ્મોના ડાયલોગ સાથે કેટલાક વીડિયોઝ પણ વાઈરલ કર્યા હતા. હૈદરાબાદ દુષ્કર્મના કેસમાં આઠ દિવસમાં આવો ફેંસલો આવી જતાં હૈદરાબાદ એન્કાઉન્ટરનું ફિલ્મી કનેક્શન શોધી શોધીને શેર પણ કરાઈ રહ્યું છે. અમે પણ તમારી માટે આવા જ કેટલાક વીડિયોઝ લઈને આવ્યા છીએ જેની ડાયલોગબાજી દ્વારા આ એન્કાઉન્ટરને જરૂરી ગણાવાયું છે તો સાથે જ પોલીસ ધારે તો કંઈ પણ કરી શકે છે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. ફિલ્મની એક ક્લિપમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આરોપીઓ કાયદામાં રહેલી છટકબારીઓ કરીને નીકળી જતા હોય છે.