• Home
  • Gujarati Videos
  • News
  • hyderabad cyberabad gang rape murder case police encounter vrinda grover bjp reactions National Commission for Women

એન્કાઉન્ટર / વૃંદા ગ્રોવરે પોલીસ સામે FIR કરવાની માંગ કરી, મેનકાએ કહ્યું દેશ માટે ભયાનક ઘટના

Dec 06,2019 1:36 PM IST

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓના એન્કાઉન્ટર સામે સવાલ ઉભા થવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલ વૃંદા ગ્રોવરે પોલીસ સામે કેસ દાખલ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, પોલીસ સામે કેસ દાખલ થવો જોઈએ અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવી જોઈએ. મહિલાના નામે કોઈ પણ પોલીસે એન્કાઉન્ટર કરવું ખોટી વાત છે. જ્યારે મેનકા ગાંધી એ કહ્યું કે, દેશ માટે આ ભયાનક ઘટના છે,ગુનેગારોને ફાંસીની સજા જ મળવાની હતી, બધાને ગોળી મારશો તો કોર્ટ અને કાયદાની શું જરૂર?