હૈદરાબાદ / ગેંગરેપ કાંડના નવા CCTV ફૂટેજ, નરાધમો દિશાને બેભાન કરી ટ્રકમાં લઈ ગયા હોવાની આશંકા

Dec 10,2019 1:19 PM IST

વીડિયો ડેસ્કઃ હૈદરાબાદ ગેંગરેપ કાંડના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ શમશાબાદ ટોલ પ્લાઝાના છે. ઘટનાના દિવસે વેટરનરી ડૉક્ટર દિશાની સ્કૂટી અહીં જ ખરાબ થઈ હતી અને CCTV ફૂટેજમાં દેખાતી ટ્રક પાછળ જ તેણે સ્કૂટી પાર્ક કરી હતી. આ ટ્રક રાત્રે 11 વાગ્યે NH-44 પર રવાના થઈ હતી. આ દરમિયાન નરાધમો દિશાને બેભાન કરી ટ્રકમાં લઈ ગયા હોવાની આશંકા લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.