રાજસ્થાન / મહિલા ડોક્ટરે પતિની પ્રેમિકાનું ઘર સળગાવ્યું, શ્વાસ રુંધાતાં પ્રેમિકા અને તેના પુત્રનું મોત

Nov 08,2019 3:19 PM IST

ભરતપુરઃ અહીંની પોશ કોલોનીમાં ગુરુવારે સાંજે મહિલા ડોક્ટરે ડોક્ટર પતિની પ્રેમિકાના ઘરે આગ ચાંપી દીધી અને બહારથી લોક કરી દીધું. શ્વાસ રુંધાવાના કારણે દીપા ગુર્જર નામની યુવતી અને તેના 6 વર્ષીય દીકરાનું મોત થઈ ગયું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યાકાંડ આડા સંબંધોની શંકાને કારણે કરાયો છે. આરોપી મહિલા ડોક્ટર સીમઆએ કહ્યું હતું કે, પતિ ડો. સુદીપના દીપા સાથે આડા સંબંધો હતો. પોલીસે હાલ સીમા ગુપ્તા અને તેમની સાસુની ધરપકડ કરી લીધી છે.