• Home
  • Gujarati Videos
  • News
  • સુરત રેપ વિશ મર્ડર કેસમાં હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કર્યો, pandesara bad work with murder: human trafficking Section add in case say surat police commissioner

સુરત રેપ વિથ મર્ડરઃ હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કર્યો- પોલીસ કમિશનર

Apr 22,2018 5:21 PM IST

પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અને કામરેજ વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જે કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. દરમિયાન સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપીને પકડી પાડી કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. સતિષ શર્માએ જણાવ્યું હતું કે, માતા-પુત્રીની નિર્દયતા પૂર્વક હત્યા કરનારો યુવાન હાલ પોલીસના કબજામાં છે. અને શનિવારે રાત્રે આરોપી હર્ષ ગુર્જરને સુરત લાવવામાં આવ્યો છે. માતા અને બાળકીની હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે. માતાની હત્યા બાદ બાળકીની હત્યા કરવામાં આવી છે. આરોપી માતા અને બાળકીને રાજસ્થાનથી લાવ્યો હોવાનું જણાવ્યું છે. જેથી હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.