• Home
  • Gujarati Videos
  • News
  • How much do you know about budget history? From being highly secretive to occasionally satirical & exceedingly lucid, Budgets have had a remarkable history

બજેટના ઈતિહાસ વિશે તમે કેટલું જાણો છો?

Jan 31,2018 7:21 PM IST

દેશના બજેટની વાત આવે એટલે આપણને આપણાં ઘરનાં બજેટની યાદ આવે. પરંતુ આ વખતે આપણે ઘરના બજેટની નહીં દેશના એટલે કે યુનિયન બજેટની હિસ્ટ્રીની વાત કરીશું. બજેટ શબ્દ એ ફ્રેન્ચ નામના બુજેટ શબ્દ પરથી પડ્યો છે. બુજેટ એટલે નાની બેગ. જે યુ.કે.માં બજેટ બોક્સનાં નામથી ઓળખાય છે, અને ભારતમાં તેને બ્રિફકેશના નામથી જાણીતી છે. જે દિવસે બજેટ હોય તે દિવસે આપણાં દેશના નાણાં મંત્રી એક ટીપીકલ લેધરની રેડ અથવા બ્રાઉન કલરની બેગ સાથે પોઝ આપતાં દેખાતા હોય છે. આ બેગની અંદર બજેટ ડેની સ્પીચ હોય છે. આ બેગની પણ એક અલગ કહાની છે. આ બેગ રાખવાની પ્રથા 18મી સદીથી બ્રિટિશ સાશનકાળથી ચાલી આવી છે.