અમદાવાદ / ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યો અને વાઘાણીએ ફીરકી પકડી, હરિફનો પતંગ પણ કાપ્યો

Jan 14,2020 10:46 PM IST

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ઉજવવા ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે સેટેલાઈટમાં કોર્પોરેટ રોડ પર રાહુલ ટાવરની સામે કનક કલા પાર્ટમેન્ટ,વિભાગ-2 બ્લોક F અને Gમાં પતંગ ચગાવ્યો હતો. તેમણે દોરી ખેંચીને બીજાનો પતંગ પણ કાપ્યો હતો. આ દરમિયાન જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી. આ ઉપરાંત તેમણે આજે પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેને પગલે 18 જાન્યુઆરીની આસપાસ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને નવા સંગઠનની રચના થવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તેની સાથે સાથે રૂપાણી સરકારમાં પણ ફેરફારો કરવામાં આવે એવી શક્યતાઓ છે.