અકસ્માત / લાખાણી: ખેતરેથી પરત ઘરે જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારી

May 23,2019 5:21 PM IST

ડીસા: નેસડા ભીલડી રોડ પર ખેતરેથી પરત ઘરે જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધ ગંભીર હદે ઘવાયા હતા. તેમને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ રસ્તામાં જ દમ તોડી દેતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. વૃદ્ધની લાશને પી.એમ માટે ડીસા સિવિલ ખાતે ખસેડાઇ હતી. ટક્કર મારી વાહનચાલક ફરાર: લાખણી તાલુકાના પેપળું ગામના 71 વર્ષીય મેવાભાઈ વિહાભાઇ નાઈ ગુરુવારે સવારે નેસડા ભીલડી રોડ ઉપર આવેલા તેમના ખેતરેથી ઘરે ચાલતા પરત જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ ગંભીર હદે ઘવાયા હતા. ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ મામલે 108ને જાણ કરી હતી. જોકે વૃદ્ધ મેવાભાઈ ને સારવાર માટે ખસેડાય તે પૂર્વે જ તેઓએ દમ તોડી દીધો હતો. બાદમાં તેમની લાશને ડીસા સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ભીલડી પોલીસ આ મામલે ઘટના સ્થળે તેમજ સિવિલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.