માવઠું / કચ્છ ખાવડામાં કરા સાથે 2 ઈંચ વરસાદ, માતાના મઢમાં કડાકા ભડાકા સાથે ધોધમાર

Nov 14,2019 4:52 PM IST

ભુજ: કચ્છમાં બુધવારે મોડી રાત્રે ખડીર પંથકમાં શરૂ થયો હતો. જ્યારે આજે ગુરુવારે વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.