‘મહા’ વાવાઝોડું / કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ, કંડલા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Nov 03,2019 1:25 AM IST

કચ્છઃ જિલ્લાના લખપત તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ‘મહા’; વાવાઝોડાની અસર કચ્છ વિસ્તારમાં પણ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે વીજ-પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જિલ્લામાં ગાંધીધામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.