ઉપવાસની ચીમકી બાદ હાર્દિક પટેલની સરથાણા ખાતે પોલીસ દ્વારા અટકાયત

May 27,2019 2:45 PM IST

સુરતઃ સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22ના મોતના પગલે લોકોમાં આક્રોશ છે. દરમિયન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે દ્વારા ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને મેયર સહિતના જવાબદારોને રાજીનામુ આપવા 12 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી હાર્દિક પટેલ આજે ઉપવાસ પર ઉતરવાનો હતો. દરમિયાન હાર્દિક સુરતમાં એન્ટ્રી કરતાની સાથે સરથાણા ખાતે પોલીસ ઘેરી લેવામાં આવ્યો હતો. અને સરથાણા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.