ઉપવાસ / સુરત ઉપવાસી છાવણીમાં પહોંચેલાં હાર્દિકે કહ્યું, ગુજરાતમાં તમામ વર્ગ સરકારથી નારાજ

Feb 22,2019 3:27 PM IST

સુરતઃ અલ્પેશ કથીરિયાના જામીન માટે છેલ્લા 10 દિવસથી પાસના બે કન્વીનરો ઉપવાસ પર ઉતર્યા છે. જેની મુલાકાતે આજે હાર્દિક પટેલ આવ્યો હતો. હાર્દિકે ઉપવાસી છાવણીમાં પહોંચી જણાવ્યું હતું કે, એસટી કર્મચારી, શિક્ષકો સહિત તમામ વર્ગ સરકારથી નારાજ છે.અત્રે નોંધનીય છે કે, ગત રોજ ઉપવાસ કરી રહેલા બંને કન્વીનરોને પોલીસ સારવાર અર્થે ઉંચકી ગઈ હતી. જોકે, બંને કન્વીનરો પોલીસની નજર ચૂકવી ફરી ઉપવાસ પર ઉતરી ગયા હતા.