સુરત: NEETના વિરોધમાં ગુજરાતી મીડિયમની શાળાઓએ બંધ પાળી નોંધાવ્યો વિરોધ

Jun 22,2017 4:36 PM IST

મેડિકલ માટે લેવાતી નીટની પરીક્ષા સીબીએસઈના મોડલ પ્રમાણે લેવાતા ગુજરાતી માધ્યમની સ્કૂલના સ્ટુડન્ટને થતાં નુકસાનને લઈને શાળા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત વાલી મંડળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત શહેરની મોટા ભાગની શાળાઓ સ્વયંભૂ બંધ રહી હતી. જ્યારે જે શાળાઓ બંધ રહી નહોતી તે શાળાઓને વાલીઓ દ્વારા બંધ કરાવવામાં આવી હતી. શાળાઓ બહાર વાલીઓ અને સ્ટુડન્ટસે એકઠા થઈને નારેબાજી પણ કરી હતી. જો કે, સુરતમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હોવાથી જે શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો તે શાળાઓ જ ચાલુ રહી હતી.