ઘર્ષણ / મોડાસામાં લઘુશંકાના મુદ્દે જૂથ અથડામણ, જાનૈયાથી ભરેલી બસ પર પથ્થરમારો

Feb 09,2019 10:07 PM IST

મોડાસા: મોડાસામાં જાનૈયા અને સ્થાનિક ટોળાં વચ્ચે જાહેરમાં લઘુશંકાના મુદ્દે અથડામણ થઈ હતી. સ્થાનિક ટોળાંએ જાનૈયાથી ભરેલી બસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં એકને ઈજા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મોડાસાની રાણા સૈયદ ચોકડી પાસે સ્થાનિકોએ જાનૈયાઓને જાહેરમાં શૌચ કરવાની ના પાડતા બબાલ થઈ હતી. જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ જાનૈયાથી ભરેલી બસ પર પથ્થરમારો કર્યો હતો. મોડાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.