ઝટકો / ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી, પબુભા માણેકનું ધારાસભ્ય પદ જશે

Apr 12,2019 5:26 PM IST

અમદાવાદ: દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના મામલે થયેલી રીટના અનુસંધાને આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. દ્વારકા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આદેશથી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે