• Home
  • Gujarati Videos
  • News
  • gujarat governor acharya devvrat said It is a shame to hear of cases of misconduct with woman in India

સૌરાષ્ટ્ર યુનિ.નો પદવીદાન સમારોહ / રાજ્યપાલે કહ્યું-ભારતમાં દુષ્કર્મના કેસો સાંભળીને શરમ આવે છે

Dec 07,2019 5:16 PM IST

રાજકોટ: આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. આ સમારોહ દરમિયાન રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે, ભારતમાં દુષ્કર્મના કેસો સાંભળીને શરમ આવે છે. આ એ દેશ છે જ્યાં બીજાની માતા બહેન આપણી પણ માતા બહેન છે. ઋષિમુનિઓ તેમના વિદ્યાર્થીઓને આ શિક્ષણ આપતા હતા અને આ જ ધર્મ હતો, જ્યારે અત્યારે જાતિને પોતાનો ધર્મ ગણે છે.