14 સિંહોનાં મોત બાદ અઠવાડિયે જાગ્યા વનમંત્રી વસાવા, ગીરની મુલાકાતમાં કર્યો તંત્રનો બચાવ

Sep 29,2018 7:39 PM IST

અમરેલીઃ ગીર પૂર્વ વિભાગની દલખાણિયા રેંજમાં 14 સિંહોનાં મોત મામલે ગુજરાતના વન અને પર્યાવરણમંત્રી ગણપત વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાના અઠવાડિયા બાદ જાગેલા મંત્રી વસાવા ધારી ખાતે આવી દલખાણિયાનાં જંગલોમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 100 ટીમના 500 કર્મીઓએ 500 સિંહોનું સ્કેનિંગ કર્યું હતું અને ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમા ફરીને તપાસ કરી હતી. જેમાં સાતથી આઠ બીમાર સિંહને સારવાર આપવામાં આવી છે, જ્યારે હાલ ચાર સિંહની સારવાર ચાલી રહી છે. વનમંત્રીએ દલખાણિયાની એક જ રેન્જમાં એક સાથે 14 સિંહના મોત મામલે બચાવ કરી રિપોર્ટની રાહ જોવા માટે કહ્યું હતું.