લોકસભા ઈલેક્શન / માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે: રૂપાણી

Apr 14,2019 4:37 PM IST

રાજકોટ: વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. બાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલી વખત મતદાન કરનારા યુવાનોને સંબોધ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, એક સમયે અખિલેશ યાદવની પાર્ટીના લોકો માયાવતીને મારવા પાછળ દોડ્યા હતા. તેઓ પણ તેની સાથે ભળી ગયા છે. માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે. મહાત્મા ગાંધી વખતની કોંગ્રેસ હાલ છેલબટાઉની બની ગઇ છે