રાજકોટ / જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે, ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થપાશે: રૂપાણી

Feb 24,2019 5:24 PM IST

રાજકોટ: જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સમાં ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. વિજય રૂપાણી સહિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ત્રણેય પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે. ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. જે સંસ્થાઓ સૈનિક શાળાઓ માટે મંજૂરી માંગે તેને સરકાર મંજૂરીઓ આપવા તૈયાર છે.