લોકસભા / ચૂંટણી આવતાં જ ભાજપના નેતાઓની જીભ લપસવા માંડે છે

Apr 08,2019 6:41 PM IST

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાત ભાજપના નેતાઓની જીભ લપસવાના કિસ્સા પણ વધી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ અને જીતુ વાઘાણી જેવા જૂના જોગીઓ તો ઠીક, પણ આજકાલના આવેલા જવાહર ચાવડા જેવા નેતાઓ પણ બેફામ વાણીવિલાસ કરવા લાગ્યા છે. તેમાં પણ ચૂંટણી નજીક આવે એટલે ભાજપના નેતાઓને જેમ ફાવે તેમ બોલવાનું જાણે લાયસન્સ મળી જાય. ભાજપના નેતાઓની લુખ્ખાગીરી, દાદાગીરી અને બેફામ વાણીવિલાસ અંગે ચૂંટણીપંચ પણ પ્રજા પર ઉપકાર કરતું હોય તેવી રીતે માત્ર ઠપકો આપી આગળની કાર્યવાહી માંડી વાળે છે. ગત એક મહિનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત રૂપાણી સરકારના મંત્રીઓ અને સંસદીય સચિવ વાણી વિલાસ કરી ચૂક્યા છે.