કડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, અંગત અદાવતમાં ફાયરિંગ થતાં અફરાતફરી

Sep 11,2018 8:00 PM IST

મહેસાણા: કડીના કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચેની અથડામણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અંગત અદાવતમાં બંને પક્ષો સામ-સામે આવી જતા ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગની આ ઘટનામાં બંને પક્ષોએ એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો એક યુવક ઘાયલ થયો હતો જ્યારે અન્ય એક યુવકને માથાના ભાગે ઈજા થઈ હતી. ફાયરિંગની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.