• Home
  • Gujarati Videos
  • News
  • Government announces construction of protection wall to alleviate tricolor accidents, diverts road to Ambaji, Palanpur and Dantu

ડાયવર્ઝન / ત્રિશૂળીયા ઘાટે થતા અકસ્માતો રોકવા સરકાર પ્રોટેક્શન વોલ બનાવશે, પાલનપુર અને દાંતાથી રસ્તો ડાયવર્ટ કર્યો

Nov 28,2019 7:57 PM IST

અંબાજીઃ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે અવારનવાર અકસ્માતો થાય છે તેને લઇને સરકારે દાંતા-અંબાજી માર્ગને ફોરલેન બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અકસ્માતગ્રસ્ત વિસ્તારોનો રસ્તો પહોળો કરવામાં આવશે. ત્રિશૂળીયા ઘાટના 18 જેટલા જોખમી વળાંકવાળા રસ્તા પહોળા કરવામાં આવશે. આ વળાંકો ઓછા કરવા રસ્તાની આસપાસના પહાડોને પણ કાપવા સરકારે મંજૂરી આપી છે.