ગીર: ચાર મહિના બાદ સાસણગીરનાં દ્વાર ખૂલ્યાં, પહેલા દિવસનો સિંહદર્શનનો રોમાંચ / ગીર: 4 મહિના બાદ સિંહદર્શનનો આનંદ લૂંટો, વનરાજ જોવા સહેલાણીઓનો ધસારો

Nov 09,2016 2:15 PM IST

ચાર મહિનાના લાંબા વેકેશન બાદ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. પ્રથમ ટ્રીપના પ્રવાસીઓનું વન્ય પ્રાણી વિભાગે સ્વાગત કરી ફલેગ ફરકાવી જંગલમાં રવાના કર્યા હતા. ગીરના દ્વાર ખૂલતાં જ પ્રવાસીઓના આનંદની કિલકારીઓથી ગીર ગૂંજી ઊઠ્યું હતું. પહેલા દિવસથી જ સહેલાણી વનરાજનાં દર્શન કરવા જંગલમાં નીકળી પડ્યા હતા. જંગલમાં આવ્યા બાદ ગીરનો નજારો પણ જોવા જેવો હતો. વરસાદ બાદ ગીર જંગલ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. લીલાતરીથી લહેરાતા જંગલમાં સિંહને જોવાની પણ એક મજા હોય છે. તો પહેલી વાર સિંહ જોતાં પ્રવાસીઓ પણ રોમાંચિત થયા હતા. સાસણમાં સિંહદર્શન માટે આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.