રસપ્રદ / બેંગાલુરૂના વકીલે તેમની નેનો કારના રૂફટોપ પર મીની ગાર્ડન બનાવ્યું

Oct 09,2019 8:35 PM IST

બેંગ્લોર: કર્ણાટક હાઇકોર્ટમાં વકીલ કે સુરેશ જ્યારે તેમની નેનો કાર લઈને રસ્તા પર જાય છે ત્યારે સૌ કોઈ તેમના કામ સાઈડમાં મૂકીને આ નેનો કારને જોવે છે. સુરેશે પોતાની કાતના રૂફટોપ પર નાનકડું ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડન 15 સ્કવેર ફૂટનું છે કેને બનાવતા 1 અઠવાડિયાંનો સમય લાગ્યો હતો. કાર પર ગાર્ડન બનાવવાના આઈડિયા વિશે સુરેશેકહ્યું કે, હાલ દેશમાં લીલોતરી પાછી લાવવા માટે અનેક લોકો તેમની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આ બાબતે મેં પણ યોગદાન આપવા માટે કારની છત પર ગાર્ડન બનાવી દીધું. મને પહેલાં મારો આ વિચાર ક્રેઝી લાગતો હતો પણ અત્યાર સુધી મને આ બાબતે પોઝિટિવ રિવ્યૂ જ મળ્યા છે.