નવરાત્રીની તૈયારી / વડોદરાની ગરબા ક્વીન્સ 27 મીટર ઘેરની 7 કિલોની ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમશે

Sep 25,2019 8:29 PM IST

વડોદરા: વડોદરાની ગરબા ક્વીન મિતાલી શાહ અને તેનું ગૃપ 27 મીટર ઘેરની 7 કિલો વજનની ચણીયા ચોળી પહેરીને ગરબા રમશે. મિતાલીએ જણાવ્યું કે, ગરબા મારો શોખ છે. જે શોખને પૂરો કરવા માટે હું દર વર્ષે કંઇક નવું કરું છું. આ વર્ષે મેં પદ્માવત ફિલ્મમાં દિપીકા પાદુકોણે પહેરેલી ચણીયાચોળીની થીમ ઉપર ચણીયા ચોળી બનાવી છે.