કચ્છના વિશ્વ વિખ્યાત સફેદરણમાં 28 ઓક્ટોબરથી રણોત્સવના શ્રીગણેશ

Sep 19,2019 3:11 PM IST

ભુજઃ સુંદરતાને લઈને વિશ્વ વિખ્યાત બનેલા કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે.બુધવારે કલેકટરની અધ્યક્ષતામાં રણોત્સવની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી,અને પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.રણોત્સવની તૈયારીના પગલે કલેકટર એમ.નાગરાજનએ જણાવ્યું કે, ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકોને આવકારવાની તૈયારી થઇ ગઈ છે. સુચારુ આયોજન માટે સૌ અધિકારીઓ અને એજન્સીઓને બોલાવી રીવ્યુ કરવાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવનો આનંદ માણવા આવે છે, ત્યારે આ વર્ષે સારા વરસાદના પગલે આ સંખ્યામાં જોરદાર ધસારો વધશે તેવું દેખાઈ રહ્યું છે.