અમદાવાદઃ પતંજલિ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ, 10 એપ્રિલ સુધી લઈ શકો છો લાભ

Apr 05,2017 8:30 PM IST

​અમદાવાદઃ પતંજલિ યોગ સમિતી તથા ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ નિઃશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ થયો છે. નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી શિબિર 10 એપ્રિલ સુધી ચાલશે. જેમાં સવારે 5:30 થી 7:30 યોજાતી યોગ શિબિરમાં આજે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. 10 એપ્રિલ સુધી ચાલનારી યોગ શિબિરનો લાભ લઈને શહેરીજનો સ્વસ્થ્ય બને તેવી અપીલ પતંજલિ યોગ સમિતી દ્વારા કરાઈ છે.