રાજકોટની આજી GIDCમાં નેપ્થાની ફેક્ટરીમાં ભીષણ આગ

Oct 10,2019 5:31 PM IST

રાજકોટ:આજી GIDCમાં આવેલી નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી છે. જેથી આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં શૈલેષ ખોખર, શૈલેષ મેર તેમજ ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબા સહિત કુલ 7 લોકો દાઝ્યા હતા. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટ ફાયરે આગની તીવ્રતા જોતાં બ્રિગેડકોલ આપ્યો છે અને આખા વિસ્તારને ખાલી કરાવ્યો છે.