દુર્ઘટના / અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા

Nov 17,2019 5:43 PM IST

અંકલેશ્વર: અંકલેશ્વર GIDCની એક કંપનીમાં અન્ય કારણસર ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગવાથી કંપનીમાં રહેતા કેમિકલના ડ્રમમાં પણ બ્લાસ્ટ થતા આગના ગોટેગોટા ઉડવાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે અંકલેશ્વર ડીપીએમસીએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે GIDCમાં આવેલી હિમસન કંપનીમાં આગ લાગી હતી.