વડોદરામાં પોલીસ કર્મીઓ જ દંડાયા, મહિલા કર્મીને 1 હજારનો દંડ

Sep 16,2019 7:02 PM IST

વડોદરાઃ ગુજરાતમાં આજથી ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ થતાં પોલીસ કર્મીઓને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં 23 જેટલા પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા શહેરના સમા પોલીસ મહિલા પોલીસ કર્મી સાયમા બલોચને ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.