ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીએ ઝુકાવ્યું સોમનાથ મહાદેવને શિશ

Mar 25,2018 6:01 PM IST

સોમનાથ: ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સોમનાથ મહાદેવના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેણે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા. રાત્રિ રોકાણ પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીના ફાર્મહાઉસમાં કર્યું હતું. બાદમાં આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચ્યા હતા. શિવલિંગને દૂધ અને પાણીથી અભિષેક કરી આરતી ઉતારી હતી. અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.