નંદુરબારઃ પાલિકા સભા બની લોહીયાળ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી

Apr 03,2018 7:49 PM IST

નવાપુરઃ ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર શહેરના નગર પાલિકામાં આજે(મંગળવાર) પાલિકાના સભાગૃહમાં સર્વસાધારણ સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ નગરસેવક વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો ખુલ્લી તલવારો સાથે સામસામે આવી ગયા હતા.જેથી તંગદીલી સર્જાઈ ગઈ હતી. અને પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ અડધું નંદુરબાર શહેર બંધ છે.