રાધનપુર- થરા નેશનલ હાઈવે પર ટેન્કરમાં ભીષણ આગ બાદ ધૂમાડાના ગોટેગોટા

Oct 10,2019 7:48 PM IST

પાટણ: જિલ્લાના રાધનપુર અને બનાસકાંઠાના થરાને જોડતા નેશનલ હાઇવે પર અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરમાં ભરેલા કેમિકલને કારણે જોતજોતામાં ભીષણ જ્વાળાઓમાં ફેલાઇ હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. જો કે ગણતરીની મિનિટોમાં ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું. ટેન્કરમાં કોઈ હતું કે કેમ તે જાણી શકાયું નથી. નેશનલ હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી. તેમા કેમિકલ ભરેલું હોવાથી અગન જ્વાળાઓની લપેટાયું હતું અને દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર રાહત બચાવ કામગીરી હાથ ધરવાની ગતિવિધિ શરૂ થઇ છે.