• Home
  • Gujarati Videos
  • News
  • External Affairs Minister Jaishankar says there was disorder in Kashmir before Article 370 was removed

અમેરિકા / વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન એક પડકારરૂપ પડોશી છે

Sep 26,2019 1:45 PM IST

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ન્યૂયોર્કમાં કહ્યું કે, પાકિસ્તાન એક પડકારરૂપ પડોશી છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી જે આતંકવાદને જાણી જોઈને ભારત વિરોધી ઉશ્કેરી રહ્યો હોય. તેમણે એવું પણ કહ્યું કે, કાશ્મીરમાં વધારે મુશ્કેલી અનુચ્છેદ 370 હટાવાયા પહેલા હતી. જયશંકરે ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત ફ્રેંક જી વિસનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત પાસે એક એવો પડોશી છે, જેની સાથે તમારા વેપાર સંબંધ નથી. તે દેશ(પાકિસ્તાન) કોઈ પણ પ્રકારની ક્નેક્ટિવીટીને મંજૂરી આપતું નથી. તે ક્ષેત્રિય વિકાસની ગતિને અવરોધે છે. દુનિયાના ઘણા વિસ્તારોમાં આતંકવાદ છે, પરંતુ એવો કોઈ દેશ નથી જે પોતાના પડોશી વિરુદ્ધ સમજી વિચારીને આતંકવાદને ઉશ્કેરતો હોય.