વન વિભાગના નિષ્ણાતોનો મત- ‘ચોટીલા સિંહનું કાયમી નિવાસસ્થાન બની શકે છે’

Dec 19,2019 2:02 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં સિંહોના કાયમી વસવાટમાં નવું એક સરનામું ચોટીલા વિસ્તાર ઉમેરાઇ શકે છે. છેલ્લા એક મહિનાથી ચોટીલા આસપાસના 50 કિલોમીટર વિસ્તારમાં સિંહ યુગલ સ્થાયી થયેલું જોવા મળે છે. જેની દરેક મૂવમેન્ટના અભ્યાસ બાદ હવે વન વિભાગના નિષ્ણાતો એવા મત ઉપર આવ્યા છે કે આ વિસ્તાર સિંહોના કાયમી વસવાટ માટે અનુકુળ છે અને આગામી સમયમાં સિંહનો સમૂહ અહીં વસવાટ કરશે.