સુરત સિવિલમાં દારૂડિયાએ નશામાં રોડ પર સૂઈ જઈ નાટક કર્યું, પોલીસવાળા જોતાં રહ્યા

Dec 27,2018 1:07 PM IST

સુરતઃ સિવિલ હોસ્પિટલ ખાતે એક નશાખોર યુવકના ડ્રામાથી ડોક્ટરો દોડતા થઈ ગયા હતા. સાંપ કરડ્યા બાદ યુવકને મિત્રો સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં છોડીને ભાગી ગયા હતા. જોકે, નશાખોર યુવક ટ્રોમામાંથી બહાર નીકળી રોડ પર સૂઈ ગયો હતો. ભારે જહેમતે યુવકને સારવાર અર્થે વોર્ડમાં લઈ જવાયો હતો. આ સમયે ત્યાં પોલીસકર્મીઓ બાકડા પર બેસી મોબાઈલ પર બેસી ફોન મચેડતાં હતા.