વર્લ્ડ કપ 2007 / દારૂના નશામાં સમુદ્રમાં જઈ પડ્યાં હતા એન્ડ્રૂ ફ્લિન્ટોફ

Jul 12,2019 5:09 PM IST

કેમરા ક્રિકેટ અને કિસ્સામાં આજે એ ઘટના વિશે વાત કરીશું જેના કારણે ઈંગ્લેન્ડની ટીમે શરમજનક સ્થિતીમાં મૂકાવું પડ્યું હતું, વાત છે વર્લ્ડ કપ 2007ની.. ઈંગ્લેન્ડ પહેલી મેચ હારી ચૂકી હતી. વર્ષ 2005ની એશિઝના હીરો ઈંગ્લેન્ડના એન્ડ્રૂ ફ્લિન્ટોફ આ હારથી ખૂબ પરેશાન હતા. રૂમમાં બેઠેલાં ફ્લિન્ટોફે વિચાર્યું કે થોડું બહાર ફરીને આવું.. અને ફ્લિન્ટોફ સેંટ લુસિયામાં સમુદ્ર કિનારે ચાલ્યા ગયા. થોડીવાર બાદ દારૂના નશામાં ચૂર ફ્લિન્ટોફ સમજી જ ન શક્યા કે પોતે પોતાનો કન્ટ્રોલ ગુમાવી ચૂક્યા છે. હોટલ પહોંચવા માટે તેમને બીચ ક્રોસ કરવાનો હતો..ત્યારે તેમને લાગ્યું કે, સામે એક મોટી બોટમાં ઈંગ્લેન્ડના ઈયાન બોથમ દારૂ પી રહ્યાં છે. બસ આવું વિચારીને ફ્લિન્ટોફ આગળ-આગળ જવા માંડ્યા. જ્યારે કોઈ હોડી ન મળી તો એક પેડલ બોટ લઈને સમુદ્રમાં આગળ વધવા લાગ્યા. નશામાં ધૂત ફ્લિન્ટોફ હોડી સંભાળી ન શક્યા અને પાણીમાં પડી ગયા. જ્યારે આંખ ખૂલી તો તેઓ હોટલનાં રૂમાં હતા..કપડાં ભીનાં હતા અને પગમાં રેતી ચોંટેલી હતી. થોડીવારે દરવાજો કોઈએ નોક કર્યો અને ટીમ કોચ ડંકન ફ્લેચર રૂમમાં પ્રવેશ્યાં. ફ્લેચરે ફ્લિન્ટોફને કહ્યું, અત્યારે જ મારા રૂમમાં આવ;. થોડા સમય પછી પ્રેસ કોન્ફરન્સ થઈ અને ફ્લિન્ટોફે માફી માંગીને સમગ્ર હકીકત જણાવી.