મિમ ડાન્સ / ડોનાલ્ડ ટ્રમ્પનો વાઈરલ પેશવા વોરિયર અંદાજનો ડાન્સ, હટકે છે આ મિમ વીડિયો

Feb 25,2019 12:30 PM IST

સોશિયલ મીડિયામાં અનેક લોકોના મિમ બનીને વાઈરલ થતાં જ હોય છે પણ અત્યારે જે વાઈરલ થયું છે તે એકદમ હટકે છે. ટ્વિટર પર mad-liberals નામના અકાઉન્ટ પર બાઝીરાવ મસ્તાનીના મલ્હારી સોન્ગ પર અમેરિકન પ્રેસિડન્ટ ડાન્સ કરતા હોય તેવો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આમ તો આ વીડિયો મોર્ફ કરેલો છે પણ તેમાં એટલી ચીવટથી કામ કર્યું છે કે તમે કલ્પના પણ ના કરી શકો કે તે રણવીર સિંહ છે કે ટ્ર્મ્પ. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને યૂઝર્સે કહ્યું હતું કે હવે રણવીરને તગડી સ્પર્ધાનો સામનો કરવો પડશે તો કોઈએ કહ્યું કે પેશવા વોરિયર ટ્ર્મ્પ.