બિહાર / જમીન વિવાદમાં બે પક્ષો સામસામે આવી ગયા, મહિલાઓ અને બાળકોને પણ માર્યા

Oct 22,2019 9:12 PM IST

બિહારના પટણામાં આવેલા બાઢ ગામમાં જમીનના વિવાદના કારણે બે પરિવારો સામસામે આવી જતાં જ લોહિયાળ જંગ ખેલાયો હતો. વર્ષોથી ચાલી રહેલો ગલીનો વિવાદ કોઈ કારણે ફરી સામે આવતાં જ એકબીજા પર બંને પક્ષોએ લાકડીઓની હુમલો કર્યો હતો. આ ઝઘડાનો ભોગ મહિલાઓ અને બાળકો પણ બન્યા હતા. સામસામે થયેલા પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થયા હતા તો એકને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ગામમાં પહોંચ્યા હતા જ્યાં બંને પરિવારોએ સામસામે એકબીજા પર કેસ કર્યા હતા. પોલીસે પણ ફરિયાદ લઈને નવ લોકોની સામે કેસ દાખલ કર્યો હતો.