દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ આકર્ષણનું કેન્દ્ર બન્યુ

Jan 14,2020 4:06 PM IST

દીવ: દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. દીવના ઘોઘળાં બીચના દરિયામાં ડોલ્ફીન જોવા મળી રહી છે. ઘોઘળાં બીચ અને કિલ્લા વચ્ચેના સમુદ્રમાં ડોલ્ફીનનું ઝુંડ હાલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શિયાળામાં વહેલી સવારે દરિયામાં ડોલ્ફીન ઉછળ-કુદ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ રહી છે.