બેદરકારી / 1 માસમાં 111 બાળકોના મોત, ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન રહેતાનો વીડિયો સામે આવ્યો

Jan 05,2020 7:23 PM IST

રાજકોટ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં હતા પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ હતા. તેની પાછળ ડોક્ટરની બેદરકારી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આજે આ જ હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બીમાર બાળક સાથે મહિલા 5 વાગ્યાની બેઠી છે છતાં કોઇ ડોક્ટર આવ્યા નથી. આથી ડોક્ટર હાજર ન હોવાથી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.