Divyang teacher of Bajana documentary film will be shown to all teachers of Gujarat / પાટડીના બજાણાના નિવૃત્ત દિવ્યાંગ શિક્ષિકાની ડોક્યુમેન્ટરી અન્ય શિક્ષકોને પ્રેરણા આપશે

Jan 22,2020 12:25 PM IST

મનીષ પારીક, પાટડી: બજાણા પે.સેન્ટર શાળાની 100% દિવ્યાંગ શિક્ષિકા નિવૃત્તિ પછી પણ છેલ્લા 3 મહિનાથી શાળાના ભૂલકાંઓને નિયમિત ભણાવે છેનો વિસ્તૃત અહેવાલ તા. 20મી જાન્યુઆરીના દિવ્યભાસ્કરમાં છપાયો હતો. જેને પગલે મંગળવારે ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ બજાણા શાળામાં ધામા નાખી નિવૃત શિક્ષિકા પર એક કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. જે આગામી શનિવારે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોને બતાવવામાં આવશે.