• Home
  • Gujarati Videos
  • News
  • Devendra Fadnavis to take oath as Maharashtra Chief Minister again,NCP's Ajit Pawar to take oath

રાજનીતિ / મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ ગઈ,દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા

Nov 23,2019 10:47 AM IST

મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ જતા BJP-NCPની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે.શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો છે.તો અજીત પવારે કહ્યું કે ખેડૂતોના હિતમાં મેં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.આ ગઠબંધન પર બોલતા શરદ પવારે ક્હયું કે આ પક્ષનો નિર્ણય નથી,અજીત પવારે પક્ષ તોડ્યો છે.તો સંજય રાવતે કહ્યું કે અજીત પવારને ED તપાસનો ડર છે તેથી આમ કર્યું છે.