અંબાજી / દેવ દિવાળીએ મા અંબાનો ચાચરચોક માઈભક્તોથી દીપી ઊઠ્યો, દર્શન માટે સવારથી ભક્તોની લાઈનો

Nov 13,2019 12:40 PM IST

અંબાજી: મંગળવારે દેવ દિવાળીએ મંદિરોમાં ભારે ભીડ ઉમટી હતી.યાત્રાધામ અંબાજીમાં માના ચાચરચોકમાં અનેક મોટી ધજાઓ માતાજીના મંદિરે ચડાવવા માટે ભક્તો દ્વારા લાવવામાં આવી હતી.બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. કારતકી પૂનમે એટલે દેવ દિવાળી.જેને લઈ ધાર્મિક સ્થળોમાં પણ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે સવારથી જ જિલ્લામાં આવેલા મુખ્ય મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી.ઢીમાં સહિતના અનેક મંદિરોમાં અન્નકૂટ ભગવાનને ધરાવાયા હતા.