રાજનીતિ / PM સીએમ સાથે રવાના થયા, નાયબ CM પાછળ રહી ગયા, નારાજગી મુદ્દે નીતિનભાઈ ચૂપ

Jan 17,2019 6:28 PM IST

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની ચર્ચાઓ ચાલે છે. તેમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થતાં તેઓ વધુ નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યાર બાદ પીએમનું જ્યારે અમદવાદ એરપોર્ટ પર આગમન થયું ત્યારે નીતિન પટેલ ગેરહાજર રહ્યા હતા. જોકે ટ્રેડ શોના ઉદ્ઘાટન સમયે નીતિન પટેલ પીએમ મોદી સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ પીએમ ઈલેક્ટ્રિક કારમાં સીએમને લઈ આફ્રિકા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા રવાના થઈ જતા નીતિન ભાઈ પાછળ રહી ગયા હતા. આ સમયે મીડિયાએ નારાજગી અંગે પૂછતા નીતિનભાઈ ચૂપ રહ્યા હતા.