અનોખી પહેલ / દિલ્હી પોલીસની પિંક સ્ક્વૉડ, જાહેર સ્થળોએ સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા વધારશે

Nov 30,2019 2:57 PM IST

દિલ્હી પોલીસની ઈસ્ટર્ન રેંજમાં અનોખી પહેલ કરવામાં આવી છે. મહિલાઓ અને બાળકીઓને પહેલા કરતાં પણ વધુ સુરક્ષિત કરવા માટે ખાસ મહિલા પોલીસને જ પેટ્રોલિંગ કરવા માટે ઉતારી છે. મહિલા પોલીસની ‘પિંક પેટ્રોલિંગ’; ટીમ પિંક હેલમેટ અને સ્કૂટર પર સવારી કરશે. જાહેર સ્થળો પર આ સ્ક્વોડ મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશે. સતત આ રીતે મહિલા પોલીસનો પહેરો હોવાથી હવે ચોકક્સ આવારા તત્વો પર પણ લગામ કસાશે તેવી આશા દિલ્હીવાસીઓ સેવી રહ્યા છે.