સહાય / પુલવામા શહીદો માટે ગુજરાતના આ મંદિરે 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન કર્યું

Feb 19,2019 6:05 PM IST

વીડિયો ડેસ્કઃ પુલવામામાં આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થતાં દેશભરમાંથી શહીદોના પરિવાર માટે સહાયનો ધોધ વહી રહ્યો છે. તેવામાં ગુજરાતના મંદિર પણ શહીદોના પરિવારની સહાય માટે આગળ આવ્યા છે. ગાંધીનગરમાં આવેલું ડભોડિયા હનુમાન મંદિર તરફથી પુલવામાના શહીદોના પરિવાર માટે 11 લાખ 11 હજાર 111 રુપિયાનું દાન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ અને સભ્યોએ આ અંગેનો ચેક ગાંધીનગર કલેક્ટરને અર્પણ કર્યો હતો.