આ દૃશ્ય તમને ધ્રુજાવી દેશે,ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે આવી અન્ય ટ્રેન

Dec 02,2018 5:08 PM IST

સલમાન ખાનની ફિલ્મ કિકનો રેલવેવાળો સીન આજે પણ ફિલ્મ રસિયાઓને યાદ હશે, જેને જોઈને જ દરેકનું રૂંવાડું ઊભું થઈ જાય તેવું તે ફિલ્માંકન હતું। આમ તો તે એક કલ્પના હતી અને ટેક્નોલોજીનો અદભુત ઉપયોગ હતો જેના લીધે આ એક્શન સિક્વન્સ લોકોના માનસપટલ પર છવાઈ ગઈ હતી. જો કે નેધરલેન્ડનું આ દૃશ્ય પણ તમને તે જ સીનની યાદ અપાવી દેશે.એક સાઈકલચાલક સાથે રેલવેના ફાટકને ક્રોસ કરતી વખતે જે ઘટના ઘટી હતી તેના આ સીસીટીવી ફૂટેજ તમારું કાળજું કંપાવી જશે. અદ્દલોઅદ્દલ એવી જ એક્શન સિક્વન્સ અહીં જોવા મળી હતી. રેલવે ફાટકેથી પસાર થતી એક ટ્રેનને તે સાઈક્લિસ્ટ જેવો ટ્રેક ક્રોસ કરવા ગયો કે તરત જ તેની વિરુદ્ધ દિશામાંથી અન્ય એક ટ્રેન ધસમસતી આવતી હોય છે.બસ પછી શું સામે જ મોતને જોયા બાદ શું થયું એ સાઈકલચાલક સાથે તે આ વીડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોયા બાદ યૂઝર્સે પણ તંત્ર સામે અનેક સવાલો કર્યા હતા. આ નજારો જોઈને ઘણા બધાએ આંખ બંધ કરી દીધી હતી પણ પછી જે થયું હોય છે તે વધુ નવાઈ પમાડે તેવું હતું.